પરિચય

ટ્રીબ્‍યુનલના અધ્‍યક્ષશ્રી અને સભ્‍યશ્રીઓની નિમણુંક ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના અધિનિયમની કલમ-૧૫૦ હેઠળ નિયમ-૭૮ અન્‍વયે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. અધ્‍યક્ષશ્રીને ખાતાના વડા તરીકે સરકારશ્રીએ જાહેર કરેલા છે.

જાહેર તંત્રની ફરજો

ટ્રીબ્‍યુનલના જાહેર તંત્રની ફરજોમાં બોર્ડ ઓફ નોમીનીઝના ચુકાદાઓ સામે કલમ-૧૦૨ અન્‍વયેની અપીલ, જિલ્‍લા રજીસ્‍ટ્રાર (સ.મં.) મા કેટલીક કલમોના ચુકાદાની સામે કલમ-૧૫૩(૩), અપીલ કલમ-૧૫૦(૯) હેઠળની રીવીઝન અરજી, રેગ્‍યુલેશન ૧૬ હેઠળની રેસ્‍ટોરેશન અરજીઓ, કલમ-૧૫૧ હેઠળની ચૂંટણી અરજીઓ અને સી.પી.સી. ના ઓર્ડર-૩૯, રૂલ-ર(એ) હેઠળ મનાઇ ભંગની અરજી તથા કોર્ટના અનાદરની અરજી તથા અન્‍ય પરચુરણ અરજીઓ સ્‍વીકારવાની હોય છે અને તેનો ન્‍યાય નિર્ણય પક્ષકારોને સાંભળીને કરવાનો હોય છે. આવી અરજીઓ દાખલ કરવાની કાર્યપદ્ધતિ ટ્રીબ્‍યુનલ રેગ્‍યુલેશન ૧૯૬૪ અન્‍વયે કરવામાં આવી છે.

ઉદ્દેશ

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્‍યુનલ એ સહકારી કાયદા અન્‍વયે સ્‍થપાયેલ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ અને કેટલાક કેસોમાં રજીસ્‍ટ્રાર સ.મં. – જિલ્‍લા રજીસ્‍ટ્રારના હુકમની એપેલેટ ઓથોરીટી છે. ટ્રીબ્‍યુનલના નિર્ણયો સહકારી કાયદાની કલમ ૧૫૩(૬) હેઠળ આખરી ગણાય છે. એટલે કે, કાયદામાં ફર્સ્‍ટ અપીલની જોગવાઇ છે અને સેકન્‍ડ અપીલની જોગવાઇ નથી. ટ્રીબ્‍યુનલ ફર્સ્‍ટ અપીલના હેતુ માટે તેમજ રીવીઝન અરજી માટે એપેલેટ કોર્ટ છે. ટ્રીબ્‍યુનલના ચુકાદા સામે કાયદાનો પ્રશ્ન હોય તો વડી અદાલતમાં રીટ પીટીશન દાખલ કરી શકાય છે. ટ્રીબ્‍યુનલ સમક્ષ અપીલ/રીવીઝન વગેરે અંગેની સમયમર્યાદાની જોગવાઇ નીચે મુજબ છે.

અ.નં. કાર્યવાહી કલમ સમયમર્યાદા સમયમર્યાદાની જોગવાઇ
અપીલ ૧૫૦(૩) બે માસ ૧૫૩(૪)
અપીલ ૧૦૨ બે માસ ૧૦૨
રીવીઝન ૧૫૦(૯) ૯૦ દિવસ રેગ્‍યુલેશન-૩૧
રીવ્‍યુ ૧૫૧ ૯૦ દિવસ ૧૫૧
રીસ્‍ટોરેશન રેગ્‍યુલેશન-૧૬ ૬૦ દિવસ રેગ્‍યુલેશન-૧૬
ચૂંટણી અરજી ૪૪૫(યુ) બે માસ ૧૪૫(યુ)(ર) પ્રોવીઝો

મુખ્‍ય કાર્યો અને કાર્ય પદ્ધતિ

આ ટ્રીબ્‍યુનલમાં અપીલ, રીવીઝન, રેસ્‍ટોરેશન અરજી, રીવ્‍યુ અરજી, ચૂંટણી અરજી, પરચુરણ અરજી, ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ રેગ્‍યુલેશન ૧૯૬૪ મુજબની કાર્યપદ્ધતિ દાખલ થાય છે. નિયમ-૬ હેઠળ દરેક પ્રકારના કેસમાં રેગ્‍યુલેશન મુજની કોર્ટ ફી જરૂરી દસ્‍તાવેજો અને પુરતી નકલો વિગેરે માટેની ખામીઓ દૂર કર્યા પછી સુનાવણી માટે મુકવામાં આવે છે. રેગ્‍યુલેશન-૨૩ હેઠળ સામાવાળા દિન-૩૦ માં ક્રોસ ઓબ્‍જેકશન દાખલ કરી શકે છે. ટ્રીબ્‍યુનલ સમક્ષ દાખલ થતી અરજીમાં મિલ્‍કત સામેના મનાઇ હુકમો તથા હુકમનામા અંતર્ગતની બજવણીની કાર્યવાહી સામે મનાઇ હુકમો તથા હુકમનામા અંતર્ગતની બજવણીની કાર્યવાહી સામે મનાઇ હુકમ યોગ્‍ય કિસ્‍સામાં આપે છે. ટ્રીબ્‍યુનલના ચુકાદા સહકારી ક્ષેત્ર ઉપર તથા તેની સાથે સંકળાયેલા સભાસદો ઉપર લાંબાગાળાની અસરો કાયદાના મુદ્દા ઉપર ઉપસ્‍થિત કરે છે. ટ્રીબ્‍યુનલનું મુખ્‍ય મથક અમદાવાદ છે. પરંતુ રેગ્‍યુલેશનની જોગવાઇ પક્ષકારોની અનુકૂળતા ધ્‍યાને રાખી રાજ્યમાં અન્‍યત્ર કેમ્‍પ કરે છે.

વહિવટી માળખું

ખાતાનું વહિવટી માળખું જોવો. અહીં ક્લીક કરો.

અપીલ/રીવીઝન અંગેની સમય મર્યાદા જાણો.

અપીલ/રીવીઝન અંગેની સમય મર્યાદા જોવો અહીં ક્લીક કરો.

સંપર્ક માહિતી

સંપર્ક માહિતી જોવો અહીં ક્લીક કરો.

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat - The Global Business Hub : External website that opens in a new window
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation